.
કયા ઉત્સાહમાં મેં ‘હા’ પાડી તે યાદ નથી, બાકીની વિગતો બધી યાદ છે.
હું સરકારી હૉસ્પિટલમાં નિમાયેલ નવો સવો ડૉક્ટર; રવિવારે શાહી આરામની અદમ્ય ભૂખ જાગે. હું કાંઈ કસમબદ્ધ રેશનાલિસ્ટ નહીં, છતાં ચઢતી જુવાનીનું જોશ અને અંધશ્રદ્ધાનું નિકંદન કાઢવાની ભાવના ખરી. અંતરિયાળ ગામ મેઘપુરના યુવાનોએ અંધશ્રદ્ધા વિરોધી કાર્યક્રમ રાખ્યો હતો અને મેં અતિથિ-વિશેષ બનવાનું આમંત્રણ સ્વીકારી લીધું.
શનિવારની રાત્રે મેઘપુર પહોંચી સરપંચને ઘેર રોકાવાનું હતું. સાંજે કાર લઈને નીકળ્યો ત્યારે આકાશમાં કાળાં વાદળાં ઘેરાયેલાં હતાં. કલાકેક ડ્રાઇવ કર્યું ત્યાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો. મેઘપુર પાંચ-સાત કિલોમીટર છેટું હશે અને કાર બંધ પડી. કેમે કરી ચાલુ ન થાય! અમાસની રાત અને મૂશળધાર વરસાદ. મદદ ક્યાંથી મળે?
અચાનક એક અવાજ આવ્યો, “કાં સાહેબ, શું થયુ?” અડધી દેખાતી પડછંદ આકૃતિ! મેં ગભરાઈને મુસીબત સમજાવી. તે બોલ્યો, “ધક્કો મારી દઉં, પણ મને લઈ જાજો. હું તમારી ભેગો આવીશ.” મારો ડર વધ્યો. તે અમાનવીય તાકાતથી કારને ધકેલવા લાગ્યો. અરે! આ તો છ હાથ ઊંચો છે? મારું માથું ફરવા લાગ્યું.
મેં પૂછ્યું, “ તમે કોણ?” વિન્ડો પર બિહામણો ચહેરો આવ્યો, “લોકો મને ભૂત કહે છે.” ભયંકર અટ્ટહાસ્ય કરી કહે, “ભૂત શું કામ કરે? કાંઈ નહીં!”
હું ધ્રુજવા લાગ્યો. કાર ચાલુ થતાં સ્પીડમાં આવી કે તરત મેં એક્સિલરેટર દબાવી ગાડી ભગાવી મૂકી. પાછળ જોવાની હિંમત ન હતી; છતાં પાછળ જોયું ત્યારે વીજળીના ચમકારામાં રસ્તો સાવ ખાલીખમ! સરપંચના ઘરે રાત કેમ વીતાવી તે મન જાણે છે.
બીજે દિવસે સવારે પ્રોગ્રામ પહેલાં યુવામંડળ સાથે મીટિંગ હતી. મેં આગલી રાતનો અજાણ તત્ત્વનો અનુભવ તેનું નામ લીધા વિના કહ્યો. ત્યારે એક નવાંગતુક કાર્યકર ખૂબ ગભરાયેલા એક કિશોરને લઈને આવ્યા. કાર્યકરે વિનંતી કરી, “ડોક્ટર સાહેબ, આના બાપા ભારે તાવમાં છે. વિઝિટ કરશો?”
“ચાલો” કહેતાં મેં ગાડી સ્ટાર્ટ કરી ત્યારે કાર્યકર કહે,” સાહેબ, ફી અમે આપીશું. ગરીબ છે, પણ ખૂબ પરગજુ છે. બિચારો કાંઈ કામ કરતો નથી. અમે તેને ભૂત કહીએ છીએ.”
** *** * * ***** * ** * ***
गुजराती लघुलिका “साव साची भूत कथा” देव नागरी लिपि में
** *** * * ***** * ** * ***
साव साची भूत कथा
कया उत्साहमां में ‘हा’ पाडी ते याद नथी, बाकीनी विगतो बधी याद छे.
हुं सरकारी हॉस्पिटलमां निमायेल नवो सवो डॉक्टर; रविवारे शाही आरामनी अदम्य भूख जागे. हुं कांई कसमबद्ध रेशनालिस्ट नहीं, छतां चढती जुवानीनुं जोश अने अंधष्रद्धानुं निकंदन काढवानी भावना खरी. अंतरियाळ गाम मेघपुरना युवानोए अंधश्रद्धा विरोधी कार्यक्रम राख्यो हतो अने में अतिथि-विशेष बनवानुं आमंत्रण स्वीकारी लीधुं.
शनिवारनी रात्रे मेघपुर पहोंची सरपंचने घेर रोकावानुं हतुं. सांजे कार लईने नीकळ्यो त्यारे आकाशमां काळां वादळां घेरायेलां हतां. कलाकेक ड्राइव कर्युं त्यां धोधमार वरसाद तूटी पड्यो. मेघपुर पांच-सात किलोमीटर छेटुं हशे अने कार बंध पडी. केमे करी चालु न थाय! अमासनी रात अने मूशळधार वरसाद. मदद क्यांथी मळे?
अचानक एक अवाज आव्यो, “कां साहेब, शुं थयुं?” अडधी देखाती पडछंद आकृति! में गभराईने मुसीबत समजावी. ते बोल्यो, “धक्को मारी दउं, पण मने लई जाजो. हुं तमारी भेगो आवीश.” मारो डर वध्यो. ते अमानवीय ताकातथी कारने धकेलवा लाग्यो. अरे! आ तो छ हाथ ऊंचो छे? मारुं माथुं फरवा लाग्युं.
में पूछ्युं, “तमे कोण?” विंडो पर बिहामणो चहेरो आव्यो, “लोको मने भूत कहे छे.” भयंकर अट्टहास्य करी कहे, “भूत शुं काम करे? कांई नहीं!”
हुं ध्रुजवा लाग्यो. कार चालु थतां स्पीडमां आवी के तरत में एक्सिलरेटर दबावी गाडी भगावी मूकी. पाछळ जोवानी हिंमत न हती; छतां पाछळ जोयुं त्यारे वीजळीना चमकारामां रस्तो साव खालीखम! सरपंचना घरे रात केम वीतावी ते मन जाणे छे.
बीजे दिवसे सवारे प्रोग्राम पहेलां युवामंडळ साथे मीटिंग हती. में आगली रातनो अजाण तत्त्वनो अनुभव तेनुं नाम लीधा विना कह्यो. त्यारे एक नवांगतुक कार्यकर खूब गभरायेला एक किशोरने लईने आव्या. कार्यकरे विनंती करी, “डॉक्टर साहेब, आना बापा भारे तावमां छे. विज़िट करशो?”
“चालो” कहेतां में गाडी स्टार्ट करी त्यारे कार्यकर कहे, “साहेब, फी अमे आपीशुं. गरीब छे, पण खूब परगजु छे. बिचारो कांई काम करतो नथी. अमे तेने भूत कहीए छीए.”
** *** * * ***** * ** * ***
Thoroughly enjoyed the bhoot katha.
LikeLike