લઘુલિકા

‘તેને’ જાણો છો?

*

તેમનો માન-મરતબો રાજવીને પણ ઇર્ષ્યા આવે તેવો હતો, પરંતુ તેમને કાંઈ જ સ્પર્શતું ન હતું. ધર્મપુસ્તકો તેમને હોઠે વસતાં! તેમના શબ્દો ભક્તો માટે જપ મંત્ર બની જતા! ધર્મસ્થાનો તેમની પાવકતાનાં પ્રતીક હતાં. ભક્તો તેમનાં ચરણોમાં સર્વસ્વ કુરબાન કરતાં, પણ તેમણે બધું જ છોડ્યું હતું. આખરે હતા તો ‘બડે ગુરુજી’. તેમને શાનો મોહ? ભક્તોને કહેતા: આ બધું વ્યર્થ છે. સત્ય એક જ છે- ‘તે’. જન્મજન્મથી તમારી એક જ ખોજ છે- ‘તે’. જીવનનો હેતુ શું છે? બસ, ‘તેને’ પામો. પ્રાર્થના, જપતપ, બંદગી ‘તેને’ ખોજવાનાં સાધનો છે. ‘તેને’ જાણી લેશો તો સંસાર અર્થહીન લાગશે.

બડે ગુરુજીના ષષ્ઠિપૂર્તિ સમારોહના દિવસે એક ભક્ત પ્રશ્ન કરી બેઠો: “ગુરુજી, આપ ‘તેને’ જાણો છો?” ગુરુજીએ સ્મિત આપ્યું, નમસ્કાર કર્યા અને સમારોહનું સમાપન થયું.

તે રાત્રે વરસાદ વસતો રહ્યો. બીજે દિવસે ભક્તગણમાં વાત ફેલાઈ ગઈ કે બડે ગુરુજી મધ્યરાત્રિએ ચૂપચાપ આશ્રમ છોડી ચાલ્યા ગયા હતા.

બડે ગુરુજી સાદા વેશમાં શહેરથી દૂર અજાણ રસ્તે નીકળી ગયા. તેમના કાનમાં ભક્તનો પ્રશ્ન ગાજ્યા કરતો હતો. નમતા પહોરે એક સરોવર પાસે પહોંચ્યા. સરોવરના શાંત જળે તેમને અજબ રીતે આકર્ષ્યા. સરોવર કાંઠે પહોંચી તે હળવેથી ઝૂક્યા.

સ્થિર જળમાં પોતાનું પ્રતિબિંબ? સરોવરમાં ઝલકતાં અફાટ આકાશમાં કોનું વિસ્તરતું પ્રતિબિંબ?

વિચારમાં ડૂબી એકી ટશે જોઈ રહ્યા. આકાશમાં એક ઝબકારો થયો.

* * *

** *** * * ***** * ** * ***

गुजराती लघुलिका “ ‘तेने’ जाणो छो?” देव नागरी लिपि में

** *** * * ***** * ** * ***

‘तेने’ जाणो छो?

तेमनो मान-मरतबो राजवीने पण इर्ष्या आवे तेवो हतो, परंतु तेमने कांई ज स्पर्शतुं न हतुं. धर्मपुस्तको तेमने होठे वसतां! तेमना शब्दो भक्तो माटे जप मंत्र बनी जता! धर्मस्थानो तेमनी पावकतानां प्रतीक हतां. भक्तो तेमनां चरणोमां सर्वस्व कुरबान करतां, पण तेमणे बधुं ज छोड्युं हतुं. आखरे हता तो ‘बडे गुरुजी’. तेमने शानो मोह? भक्तोने कहेता: आ बधुं व्यर्थ छे. सत्य एक ज छे – ‘ते’. जन्मजन्मथी तमारी एक ज खोज छे – ‘ते’. जीवननो हेतु शुं छे? बस, ‘तेने’ पामो. प्रार्थना, जपतप, बंदगी ‘तेने’ खोजवानां साधनो छे. ‘तेने’ जाणी लेशो तो संसार अर्थहीन लागशे.

बडे गुरुजीना षष्ठिपूर्ति समारोहना दिवसे एक भक्त प्रश्न करी बेठो: “गुरुजी, आप तेने जाणो छो?” गुरुजीए स्मित आप्युं, नमस्कार कर्या अने समारोहनुं समापन थयुं.

ते रात्रे वरसाद वरसतो रह्यो. बीजे दिवसे भक्तगणमां वात फेलाई गई के बडे गुरुजी मध्यरात्रिए चूपचाप आश्रम छोडी चाल्या गया हता.

बडे गुरुजी सादा वेशमां शहेरथी दूर अजाण रस्ते नीकळी गया. तेमना कानमां भक्तनो प्रश्न गाज्या करतो हतो. नमता पहोरे एक सरोवर पासे पहोंच्या. सरोवरना शांत जळे तेमने अजब रीते आकर्ष्या. सरोवर कांठे पहोंची ते हळवेथी झूक्या.

स्थिर जळमां पोतानुं प्रतिबिंब? सरोवरमां झलकतां अफाट आकाशमां कोनुं विस्तरतुं प्रतिबिंब?

विचारमां डूबी एकी टशे जोई रह्या. आकाशमां एक झबकारो थयो.

** *** * * ***** * ** * ***

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s