લઘુલિકા

એલિયન ઇંદોરના આંગણે

લઘુલિકા: એલિયન ઇંદોરના આંગણે

એલિયન ઇંદોરના આંગણે

બપોર સુધીમાં વાત વાયુવેગે ફેલાઈ ગઈ.

ઇંદોરના નવધા રિઝૉર્ટની પાછળની ઝાડીઓમાં અજાણ્યું અવકાશયાન ઊતર્યું હતું. રિઝૉર્ટના  સિક્યોરિટી સ્ટાફે વહેલી સવારે આકાશમાં ઉજાસ જોયો. એલર્ટ પહેલાં યાન દૂર ઝાડી પાછળ ઉતરી ગયું. રિઝૉર્ટમાં મહેમાન બનેલ ઉદ્યોગપતિ એકાગ્રકુમારે પણ તેની પુષ્ટિ કરી. મેનેજરે પોલિસને ફોન કર્યો, ત્યાં યાન તેજ-લિસોટો બની આકાશમાં અદ્રશ્ય!

વીસ મિનિટમાં નવધા રિઝૉર્ટ પર પોલિસ, ફાયર-બ્રિગેડ, મીડિયા અને તમાશબીનોનો જમાવડો થઈ ગયો. પોલિસે ઝાડીની છાનબીન કરી; ઝાડની સૂકી ડાળીઓ તૂટેલી હતી. પાસે મોટું મેગ્નેટ, તૂટેલો બલ્બ અને વિચિત્ર નકશા-આકૃતિઓનાં  પેપર હતાં. ફોટા પાડી પોલિસે વસ્તુઓ કબજે લીધી.

મીડિયાએ જોશભેર જાહેર કર્યું: ઉડન તશ્તરી ઇંદોરના આંગણે. એરપોર્ટથી ખજરાના સુધી શહેરમાં સનસનાટી ફેલાઈ ગઈ. અમેરિકામાં યુએફઓ દેખાતા હોય, પણ ભારતમાં યુએફઓ દેખાય? તેમાંયે ઉડન તશ્તરી ઇંદોરમાં ઉતરે? એક ચેનલે ઉડન તશ્તરીમાંથી ઠિંગુજી એલિયન ઉતર્યા હોવાની શંકા જતાવી. લો, બોલો! સાંજે આગ્રા-બોમ્બે રોડ પર ઠિંગુજી એલિયન દેખાયાની વાત આવી. બીજે દિવસે પલાશિયાથી લઈ અન્નપૂર્ણા સુધીના વિવિધ વિસ્તારોમાં લોકોને એલિયન દેખાવા લાગ્યા. કેન્દ્ર સરકારના આદેશથી પોલિસ તંત્ર એલિયન પકડવા કટિબદ્ધ બન્યું. અઠવાડિયામાં આખું ઇંદોર એલિયનમય બની ગયું. રાજવાડામાં એલિયન લેગિંગ્સ અને ટીશર્ટ, તો સરાફામાં એલિયન કચોરી ચપોચપ વેચાવા લાગ્યાં! દવે મસાલાવાળાના ‘એલિયન ગરમ મસાલા’નો સ્ટૉક રાતોરાત ખતમ!

પંદર દિવસની પોલિસની મહેનત ગઈ કાલે સાંજે ફળી. ટાઉનહૉલની બહાર એક કાર પાછળ છુપાયેલ, શંકાસ્પદ હિલચાલ કરતા બે ફૂટના એક આકાર પર પોલિસ-સ્ક્વોડની નજર પડી. આછા અંધારામાં ચૂપકીદીથી પોલિસે એલિયનને ઝડપી લીધો! એલિયને અવકાશયાત્રી જેવો વિચિત્ર ડ્રેસ પહેર્યો હતો. હાથમાં રબરનાં મોજાં અને પગમાં હોલ બૂટ પહેર્યાં હતાં. એલિયનને પોલિસસ્ટેશને લાવી લૉક-અપમાં ભારે જાપ્તા નીચે મૂકી દીધો! દિલ્હીથી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ ન આવે ત્યાં સુધી ટાઇટ સિક્યોરિટી રાખવાની સૂચના હતી. અસ્પષ્ટ ભાષામાં એલિયન રડ્યા કરે!

હેડક્વાર્ટરથી એક સંદેશો આવતાં પોલિસ ઇંસ્પેક્ટરને ટ્યુબલાઇટ થઈ: “અર્ધો કલાક પહેલાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાંથી એક બાળક ગુમ થયું છે…”

*  *  *  *  *

गुजराती लघुलिका “एलियन इंदोरना आंगणे” देवनागरी लिपि में

एलियन इंदोरना आंगणे

बपोर सुधीमां वात वायुवेगे फेलाई गई.

इंदोरना नवधा रिज़ोर्टनी पाछळनी झाडीओमां अजाण्युं अवकाशयान उतर्युं हतुं. रिज़ोर्टना सिक्योरिटी स्टाफे वहेली सवारे आकाशमां उजास जोयो. एलर्ट पहेलां यान दूर झाडी पाछळ उतरी गयुं. रिज़ोर्टमां महेमान बनेल उद्योगपति एकाग्रकुमारे पण तेनी पुष्टि करी. मेनेजरे पोलिसने फोन कर्यो, त्यां यान तेज-लिसोटो बनी आकाशमां अद्रश्य!

वीस मिनिटमां नवधा रिज़ोर्ट पर पोलिस, फायर-ब्रिगेड, मीडिया अने तमाशबीनोनो जमावडो थई गयो. पोलिसे झाडीनी छानबीन करी; झाडनी सूकी डाळीओ तूटेली हती. पासे मोटुं मेग्नेट, तूटेलो बल्ब अने विचित्र नकशा-आकृतिओनां पेपर हतां. फोटा पाडी पोलिसे वस्तुओ कबजे लीधी.

मीडियाए जोशभेर जाहेर कर्युं: उडन तश्तरी इंदोरना आंगणे. एरपोर्टथी खजराना सुधी शहेरमां सनसनाटी फेलाई गई. अमेरिकामां युएफओ देखाता होय, भारतमां युएफओ देखाय? तेमांये उडन तश्तरी इंदोरमां उतरे? एक चेनले उडन तश्तरीमांथी ठिंगुजी एलियन उतर्या होवानी शंका जतावी. लो, बोलो! सांजे आग्रा-बॉम्बे रोड पर ठिंगुजी एलियन देखायानी वात आवी. बीजे दिवसे पलाशियाथी लई अन्नपूर्णा सुधी विविध विस्तारोमां लोकोने एलियन देखावा लाग्या. केंद्र सरकारना आदेशथी पोलिस तंत्र एलियन पकडवा कटिबद्ध बन्युं. अठवाडियामां आखुं इंदोर एलियनमय बनी गयुं. राजवाडामां एलियन लेगिंग्स अने टी-शर्ट; तो सराफामां एलियन कचोरी चपोचप वेचावां लाग्यां. दवे मसालावाळाना ‘एलियन गरम मसाला’नो स्टोक रातोरात खतम!

पंदर दिवसनी पोलिसनी महेनत गई काले सांजे फळी. टाउनहॉलनी बहार एक कार पाछळ छुपायेल, शंकास्पद हिलचाल करता बे फूटना एक आकार पर पोलिस-स्क्वॉडनी नज़र पडी. आछा अंधारामां चूपकीदीथी पोलिसे एलियनने पकडी लीधो! एलियने अवकाशयात्री जेवो विचित्र ड्रेस पहेर्यो हतो. हाथमां रबरनां मोजां अने पगमां हॉल बूट पहेर्यां हतां. एलियनने पोलिस-स्टेशने लावी लॉक-अपमां भारे जाप्ता नीचे मूकी दीधो. दिल्हीथी स्पेश्यल इंवेस्टीगेशन टीम न आवे त्यां सुधी टाइट सिक्योरिटी राखवानी सूचना हती. अस्पष्ट भाषामां एलियन रड्या करे!

हेडक्वार्टरथी एक संदेशो आवतां पोलिस इंस्पेक्टरने ट्युबलाइट थई: “अर्धो कलाक पहेलां फेन्सी ड्रेस कोम्पिटीशनमांथी एक बाळक गुम थयुं छे….”

*  *  *  *  *

2 thoughts on “એલિયન ઇંદોરના આંગણે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s