મુક્તપંચિકા

મુક્તપંચિકા – 161126

મુક્તપંચિકા – 161126

*

ન ફૂલ-વેલ,

ન બનું તરુ!

બસ, મારે તો આજ

તરણું થઈ

ફરફરવું!

* * *

मुक्तपंचिका – 161126

गुजराती मुक्तपंचिका देव नागरी लिपि में

*

न फूल-वेल,

न बनुं तरु,

बस, मारे तो आज

तरणुं थई

फरफरवुं!

* * * * *

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 161123

.

મુક્તપંચિકા – 161123

*

માઝમ રાતે

સજની! તારી

પોયણી સમી યાદો –

આંખે પોઢેલ

શમણે ખીલે!

* * *

मुक्तपंचिका – 161123

गुजराती मुक्तपंचिका देव नागरी लिपि में

*

माझम राते

सजनी! तारी

पोयणी समी यादो –

आंखे पोढेल

शमणे खीले!

* * * * *

અભિવ્યક્તિ

અભિવ્યક્તિ 1611-1

ભારતમાં મોટી ચલણી નોટો બદલાવા સાથે પોસ્ટ ઑફિસો નજરે પડી! નહીં તો અલી ડોસાનાં હૃદયનાં સ્પંદનોના પડઘા જ્યાં સાંભળી શકાય તેવી પોસ્ટ ઑફિસ કોઈને દેખાય પણ ખરી?

* * *

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 161115

મુક્તપંચિકા – 161115

મુક્તપંચિકા

*

(1)

ફૂલપાંદડી

સમ અધર

પર, સ્મિત મધુર

ધારી, મોહતું

આ નવશિશુ!

 * * *

(2)

સાગર તીરે

મોજાં ઘૂઘવે!

મદમાતી ચંદ્રિકા!

અંબર ઝૂમે,

ધરતી ચૂમે!

*  *  *  *  *

 

मुक्तपंचिका – 161115

गुजराती मुक्तपंचिका देवनागरी लिपिमें

मुक्तपंचिका

*

(1)

फूलपांदडी

सम अधर

पर, स्मित मधुर

धारी, मोहतुं

आ नवशिशु!

* * *

(2)

सागर तीरे

मोजां घूघवे!

मदमाती चंद्रिका!

अंबर झूमे,

धरती चूमे!

* * * * *

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 161114

મુક્તપંચિકા – 161114

14 નવેમ્બર: બાલ દિન (Children’s day)

મુક્તપંચિકા

*

(1)

પતંગિયાની

પાંખે વિચરું,

વિશ્વ-બગીચે આજે!

મા! જો તું આપે

પળની છુટ્ટી!

*  *  *  *  *

मुक्तपंचिका – 161114

14 नवेम्बर: बाल दिन (Children’s day)

गुजराती मुक्तपंचिका देवनागरी लिपिमें

मुक्तपंचिका

*

पतंगियानी

पांखे विचरुं,

विश्व-बगीचे आजे!

मा! जो तुं आपे

पळनी छुट्टी!

* * * * *

વિવિધા-પ્રકીર્ણ

મુક્તપંચિકા – 161110

મુક્તપંચિકા – 161110

મુક્તપંચિકા

*

શબ્દ ભીતરે

છુપ્યા ગહન

અર્થ પામવા, છોડ

શબ્દ – અદ્ય – તું,

ધીર મનવા!

*  *  *  *  *

मुक्तपंचिका – 161110

गुजराती मुक्तपंचिका देवनागरी लिपिमें

मुक्तपंचिका

*

शब्द भीतरे

छुप्या गहन

अर्थ पामवा, छोड

शब्द – अद्य – तुं,

धीर मनवा!

* * * * *

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 161105

મુક્તપંચિકા – 161105

મુક્તપંચિકા

(1)

*

સાગર ગાજે

ધીંગા રવથી,

મલકે ચૂપચૂપ

ધીર, વિનીત

આ જલબિંદુ!

*

(2)

પાંપણ ખુલ્લી

થઈ, ને દોડ્યાં

ઈચ્છાઓનાં ટોળાં, આ

ઝાંઝવડાંના

જીવન-રસ્તે!

.*  *  *  

मुक्तपंचिका – 161105

गुजराती मुक्तपंचिका देवनागरी लिपिमें

मुक्तपंचिका

*

(1)

सागर गाजे

धींगा रवथी,

मलके चूपचूप

धीर, विनीत

आ जलबिंदु!

*

(2)

पांपण खुल्ली

थई, ने दोड्यां

इच्छाओनां टोळां, आ

झांझवडांना

जीवन-रस्ते!

* * * * *