લઘુલિકા

ન્યૂ યૉર્ક કેવી રીતે પહોંચાય?

ન્યૂ યૉર્ક કેવી રીતે પહોંચાય?

નવી દિલ્હીના તિલકનગર વિસ્તારમાં એજ્યુકેશન રિફૉર્મ્સ કમિશનની નવી ઑફિસમાં શિક્ષણ સુધારા પર શિક્ષણશાસ્ત્રીઓની મીટિંગ હતી. આજનો ખાસ વિષય હતો: જ્યોગ્રાફી. નવા મિનિસ્ટર સાહેબ મીટિંગમાં પહોંચે તે પહેલાં ડિસ્કશનના મુદ્દા તૈયાર કરવાના હતા.

ચર્ચાના પ્રારંભે ડાયરેક્ટર સાહેબે ચિંતા વ્યક્ત કરી: વિદ્યાર્થીઓ સોશ્યલ સ્ટડીઝમાં રસ કેમ ગુમાવી રહ્યા છે? ચર્ચા શરૂ થઈ. સ્થાનિક સાંસદે મત વ્યક્ત કર્યો: આજકાલ વિદ્યાર્થીઓને આસપાસની દુનિયામાં રસ જ ક્યાં છે? કહે છે કે બધું ગુગલ પર મળી જશે!

સિનિયર એજ્યુકેશનિસ્ટ કહે:  નકશા-મેપ શીખવવા જરૂરી છે. ઝારખંડ અને ઉત્તરાખંડ ક્યાં છે તે પણ વિદ્યાર્થીઓ જાણતા નથી.

સબ્જેક્ટ એક્સ્પર્ટ બોલ્યા: દિલ્હી કે કોલકત્તાથી મુંબઈ કયા રસ્તે પહોંચાય તે કોને ખબર છે?

યુવાન સેક્રેટરીએ સૂચન કર્યું: વિદ્યાર્થીઓને દેશમાં રસ લેતા કરવા હોય તો પહેલાં યુરોપ-અમેરિકાની વાત કરીએ. તેમના પર ગ્લોબલાઇઝેશનનું ભૂત છવાયેલ છે. દેશમાંથી ન્યૂ યૉર્ક કે લંડનના એર રૂટ શીખવીએ તો!

ડાયરેક્ટરના ચહેરા પર ગંભીરતા છવાઈ ગઈ. સાથે સૌ ગંભીર થઈ ગયા. વિચાર સરસ! દેશની વાત પછી, પહેલાં વિદેશની!

ન્યૂ યૉર્ક કેવી રીતે પહોંચાય?

ડાયરેક્ટરના પીએ માફી માગતા કોન્ફરન્સ રૂમમાં આવ્યા, “સર,  મિનિસ્ટર સાહેબ અહીં આવવા પાર્લમેન્ટ હાઉસથી નીકળી ગયા છે. ડ્રાઇવરનું જીપીએસ ચાલતું નથી. પૂછે છે કે તિલકનગર કેવી રીતે પહોંચાય?”

***

गुजराती लघुलिका “न्यू यॉर्क केवी रीते पहोंचाय” देवनागरी लिपि में

*

नवी दिल्हीना तिलकनगर विस्तारमां एज्युकेशन रिफॉर्म्स कमिशननी नवी ऑफिसमां शिक्षण सुधारा पर शिक्षणशास्त्रीओनी मीटिंग हती. आजनो खास विषय हतो: ज्योग्राफी. नवा मिनिस्टर साहेब मीटिंगमां पहोंचे ते पहेलां डिस्कशनना मुद्दा तैयार करवाना हता.

चर्चाना प्रारंभे डायरेक्टर साहेबे चिंता व्यक्त करी: विद्यार्थीओ सोश्यल स्टडीज़मां रस केम गुमावी रह्या छे? चर्चा शरू थई. स्थानिक सांसदे मत व्यक्त कर्यो: आजकाल विद्यार्थीओने आसपासनी दुनियामां रस ज क्यां छे? कहे छे के बधुं गुगल पर मळी जशे!

सिनियर एज्युकेशनिस्ट कहे: नकशा-मेप शीखववा जरूरी छे. झारखंड अने उत्तराखंड क्यां छे ते पण विद्यार्थीओ जाणता नथी.

सब्जेक्ट एक्स्पर्ट बोल्या: दिल्ही के कोलकत्ताथी मुंबइ कया रस्ते पहोंचाय ते कोने खबर छे?

युवान सेक्रेटरीए सूचन कर्युं: विद्यार्थीओने देशमां रस लेता करवा होय तो पहेलां युरोप-अमेरिकानी वात करीए. तेमना पर ग्लोबलाइज़ेशननुं भूत छवायेल छे. देशमांथी न्यू यॉर्क के लंडनना एर रूट शीखवीए तो!

डायरेक्टरना चहेरा पर गंभीरता छवाई गई. साथे सौ गंभीर थई गया. विचार सरस. देशनी वात पछी, पहेलां विदेशनी!

न्यू यॉर्क केवी रीते पहोंचाय?

डायरेक्टरना पीए माफी मागता कोन्फरंस रूममां आव्या. चिंतामां बोल्या: सर, मिनिस्टर साहेब अहीं आववा पार्लमेन्ट हाउसथी नीकळी गया छे. ड्राइवरनुं जीपीएस चालतुं नथी. पूछे छे के तिलकनगर केवी रीते पहोंचाय?

***** **** *** ** *

3 thoughts on “ન્યૂ યૉર્ક કેવી રીતે પહોંચાય?

  1. આ પ્રયોગો સાચે જ સાર્થક છે. હું શક્ય તેટલાં જોઈ શક્યો…….લાઘવ અને શબ્દશક્તી બન્નેનો પરીચય થાય છે.

    મારો આ નેટજગતનો અનુભવ કહે છે કે શબ્દશક્તી અને શૈલીનો મહીમા ઘટતો જાય છે. પોતપોતાના વર્તુળોમાંથી મળતા સાનુકુળ અભીપ્રાયોમાં વીવેચન સમેટાઈ જાય છે !! શબ્દો અને વાક્યો ઘણી વાર પોતાનાં યોગ્ય સ્થાન અને માન સાચવી શકતાં નથી…..

    નેટ ઉપર જાગૃત છડીદારો અને ચોકીદારોની જરુર ઉભી થતી જાય છે…….પણ મનોરંજન અને ગુણવત્તા વચ્ચે ભેદ રહે અને તેને સમજપુર્વક સ્વીકારાય તોય ઘણું……

    આપના આ પ્રયોગોનો પ્રચાર થાય તેવી આશા સાથે –

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s