લઘુલિકા

શાની શોધ?

શાની શોધ?

ડૉક્ટર બ્રૉડબ્રેઇનને વિશ્વાસ હતો કે તેમનું જીવનભરનું સોનેરી સ્વપ્ન આજે સિદ્ધ થશે.

માઇક્રો-ગોડ-ચિપ એટલે ‘એમજીસી’ હવે હકીકત બનવાની હતી. વિશ્વભરનાં વૈજ્ઞાનિકો અને મનોચિકિત્સકો બ્રૉડબ્રેઇનની ‘એમજીસી’ વિષે ઉત્સુક હતાં.

શોધ અભૂતપૂર્વ હતી! ડૉક્ટર બ્રૉડબ્રેઇન માઇક્રો-ગોડ-ચિપ અને સેરીબ્રો-સેન્સર-કનેક્ટર અર્થાત સીએસસીને વ્યવહારમાં લાવવા વર્ષોથી મથતા હતા. એમજીસીને દોઢ ઇંચના સીએસસીમાં મૂકી તમારા બ્રેઇન સાથે ટ્યૂન કરો; તત્ક્ષણ એવાં વાઇબ્રેશન્સ નીકળે કે નેગેટિવ વિચારો ભાગે! ક્ષણાર્ધમાં હતાશા ગાયબ! અલૌકિક આનંદ સાથે ભગવાન મળ્યા જેવી (!)  ખુશી મનમાં છલકાવા લાગે!

બ્રૉડબ્રેઇન ચુસ્ત પ્રાઇવેસીમાં આજે એમજીસીનો પ્રથમ પ્રયોગ કરનાર હતા. ગ્લાસ-બોક્સમાં સાચવેલ એમજીસીને અતિ ત્વરિત રીતે સીએસસીમાં ગોઠવી પેક કરી દેવાની હતી. સમગ્ર પ્રક્રિયા માત્ર ત્રીસ સેકંડમાં પૂરી ન થાય તો એમજીસી નિષ્ક્રિય થઈ જાય!

સ્ટૉપવોચ ચાલુ થઈ.

સ્વચ્છ એપ્રન-ગ્લોવ્ઝમાં સજ્જ બ્રૉડબ્રેઇને ચોકસાઈથી સીએસસીનું સોકેટ ઓપન કર્યું. ગ્લાસ-બોક્સમાંથી માઇક્રો-ફોરસેપ્સથી એમજીસી સ્ફુર્તિથી ઉઠાવી. ઘડીભરનો હડબડાટ! ઓહ! હાથમાંથી ફોરસેપ્સ છટકીને નીચે! બ્રૉડબ્રેઇન સાવધ થયા. ખુરશીમાંથી ઊભા થયા વિના તરત તેમણે એક્સ્ટેન્ડેબલ મેગ્નિફાઇંગ લેન્સ ખુરશીની આસપાસ ફેરવ્યો. કાંઈ ન મળ્યું. લેઝર ડિટેક્ટોમીટરથી આખા રૂમને સ્કેન કર્યો. નથિંગ!

અઠ્ઠાવીસ સેકંડ પૂરી! છેલ્લી બે સેકંડ! કોણી ટેબલ પર, હાથના ટેકે માથું! હતાશ બ્રૉડબ્રેઇને આંખ નીચી કરી.

અરે! એમજીસી પોતાના એપ્રનના ફોલ્ડમાં હતી!! ઓહ! માઇક્રો-ગોડ-ચિપ પોતાની જ પાસે હતી!!!

સ્ટૉપવોચ બંધ થઈ.

*** * *

*** * *** ** ***** 

આપ અવશ્ય વાંચો: મુક્તપંચિકા 

*** * *** ** ***** * * * *** **  ** *** ** *** * * ** * * *** **** ** * *** * ** *

BREAKING NEWS!

Now you can read LAGHULIKA – my short stories in English on my new English blog :

Laghulika: The Short Stories

Thank you, dear Readers!

*** * *** ** ***** * * * *** **  ** *** ** *** * * ** * * *** **** ** * *** * ** *

गुजराती लघुलिका “ ‘शानी शोध?’” देव नागरी लिपि में

*

शानी शोध?

डॉक्टर ब्रॉडब्रेइनने विश्वास हतो के तेमनुं जीवनभरनुं सोनेरी स्वप्न आजे सिध्ध थशे.

माइक्रो-गोड-चिप एटले ‘एमजीसी’ हवे हकीकत बनवानी हती. विश्वभरनां वैज्ञानिको अने मनोचिकित्सको ब्रॉडब्रेइननी ‘एमजीसी’ विषे उत्सुक हतां.

शोध अभूतपूर्व हती! डॉक्टर ब्रॉडब्रेइन माइक्रो-गोड-चिप अने सेरीब्रो-सेन्सर-कनेक्टर अर्थात सीएससीने व्यवहारमां लाववा वर्षोथी मथता हता. एमजीसीने दोढ इंचना सीएससीमां मूकी तमारा ब्रेइन साथे ट्यून करो; तत्क्षण एवां वाइब्रेशंस नीकळे के नेगेटिव विचारो भागे! क्षणार्धमां हताशा गायब! अलौकिक आनंद साथे भगवान मळ्या जेवी खुशी मनमां छलकावा लागे!

ब्रॉडब्रेइन चुस्त प्राइवेसीमां आजे एमजीसीनो प्रथम प्रयोग करनार हता. ग्लास-बोक्समां साचवेल एमजीसीने अति त्वरित रीते सीएससीमां गोठवी पेक करी देवानी हती. समग्र प्रक्रिया मात्र त्रीस सेकंडमां पूरी न थाय तो एमजीसी निष्क्रिय थई जाय!

स्टॉपवोच चालु थई.

स्वच्छ एप्रन-ग्लोव्झमां सज्ज ब्रॉडब्रेइने चोकसाईथी सीएससीनुं सोकेट ओपन कर्युं. ग्लास-बोक्समांथी माइक्रो-फोरसेप्सथी एमजीसी स्फुर्तिथी उठावी. घडीभरनो हडबडाट! ओह! हाथमांथी फोरसेप्स छटकीने नीचे! ब्रॉडब्रेइन सावध थया. खुरशीमांथी ऊभा थया विना तरत तेमणे एक्स्टेन्डेबल मेग्निफायिंग लेन्स खुरशीनी आसपास फेरव्यो. कांई न मळ्युं. लेज़र डिटेक्टोमीटरथी आखा रूमने स्केन कर्यो. नथिंग!

अठ्ठावीस सेकंड पूरी! छेल्ली बे सेकंड! कोणी टेबल पर, हाथना टेके माथुं! हताश ब्रॉडब्रेइने आंख नीची करी.

अरे! एमजीसी पोताना एप्रनना फोल्डमां हती! ओह! माइक्रो-गोड-चिप  पोतानी ज पासे हती!!!

स्टॉपवोच बंध थई.

 *** * *** ** *****

*** * *** ** ***** * * * *** **  ** *** ** *** * * ** * * *** **** ** * *** * **

માઇક્રો-ગોડ-ચિપ –  माइक्रो-गोड-चिप – Micro-God-Chip (MGC)

સેરીબ્રો-સેન્સર-કનેક્ટર – सेरीब्रो-सेन्सर-कनेक्टर – Cerebro-Sensor-Connector

*** * *** ** ***** * * * *** **  ** *** ** *** * * ** * * *** **** ** * *** * ** *

Advertisements

One thought on “શાની શોધ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s