મુક્તપંચિકા

મુક્તપંચિકા – 170330

મુક્તપંચિકા – 170330

*

સમંદરને

મુઠ્ઠીમાં બાંધું

હું એવો – પલભર

બનાવું ઝીણું

અમથું બિંદુ!

* * *

 

 मुक्तपंचिका – 170330

गुजराती मुक्तपंचिका देव नागरी लिपि में

*

समंदरने

मुठ्ठीमां बांधुं

हुं एवो- पलभर

बनावुं झीणुं

अमथुं बिंदु!

* * * * *

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 170321

મુક્તપંચિકા – 170321

આજે વર્લ્ડ પોએટ્રી ડે

વિશ્વ કાવ્ય દિન: વિશેષ મુક્તપંચિકા

*

તારી ને મારી

વચ્ચે તૂટશે

અંતર હવે! બસ,

કહી દે કોઈ

એક: આવી જા!

* * *

 

मुक्तपंचिका – 170321

गुजराती मुक्तपंचिका देव नागरी लिपि में

विश्व काव्य दिन: विशेष मुक्तपंचिका

*

तारी ने मारी

वच्चे तूटशे

अंतर हवे! बस,

कही दे कोई

एक: आवी जा!

* * * * *

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 170309

મુક્તપંચિકા – 170309

હોળી-વિશેષ મુક્તપંચિકા

*

મત્તછકેલું

રાતું જોબન

ફાગણ કેરા રંગે

રંગાતું જાતું

સાજન સંગે!

* * *

 

मुक्तपंचिका – 170309

गुजराती मुक्तपंचिका देव नागरी लिपि में

होली-विशेष मुक्तपंचिका

*

मत्तछकेलुं

रातुं जोबन

फागण केरा रंगे

रंगातुं जातुं

साजन संगे!

* * * * *

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 170308

મુક્તપંચિકા – 170308

હોળી-વિશેષ મુક્તપંચિકા

*

રંગરસીલા

રસિયા સંગે

મદમાતી,  ભીંજાતી

નમણી નારી

કેવી હરખે!

* * *

मुक्तपंचिका – 170308

गुजराती मुक्तपंचिका देव नागरी लिपि में

होली-विशेष मुक्तपंचिका

*

रंगरसीला

रसिया संगे

मदमाती, भींजाती

नमणी नारी

केवी हरखे!

* * * * *

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 170307

મુક્તપંચિકા – 170307

ફાગણ-વિશેષ મુક્તપંચિકા

*

ફાગણ-ફાલ્યા

કેસૂડાસમ

કેસરવર્ણી કાયા

ભીંજે, સાજન

કેરી નજર્યું!

* * *

मुक्तपंचिका – 170307

गुजराती मुक्तपंचिका देव नागरी लिपि में

फागण-विशेष मुक्तपंचिका

*

फागण-फाल्या

केसूडासम

केसरवर्णी काया

भींजे, साजन

केरी नजर्युं.

* * * * *

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 170306

મુક્તપંચિકા – 170306

ફાગણ-વિશેષ મુક્તપંચિકા

*

નવપલ્લવ

કેસૂડા શાખે

ફૂલફટાક થઈ

ફાગણ છાંટે,

રંગબહાર!

 

* * *

मुक्तपंचिका – 170306

गुजराती मुक्तपंचिका देव नागरी लिपि में

फागण-विशेष मुक्तपंचिका

*

नवपल्लव

केसूडा शाखे

फूलफटाक थई

फागण छांटे,

रंगबहार!

* * * * *