મુક્તપંચિકા

મુક્તપંચિકા – 170425

મુક્તપંચિકા – 170425

*

તારી યાદની

શી વાત! લઈ

નોખી શી પાંખ! મારી

ભીની આંખોમાં

આવી નહાય!

* * *

मुक्तपंचिका – 170425

गुजराती मुक्तपंचिका देव नागरी लिपि में

*

तारी यादनी

शी वात! लई

नोखी शी पांख! मारी

भीनी आंखोमां

आवी नहाय!

* * * * *

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 170424

મુક્તપંચિકા – 170424

*

આયખાની આ

દાબડી નાની,

ઠૂંસશું કેમે માંહીં-

અભરખાની

પોટલી મોટી?

* * *

मुक्तपंचिका – 170424

गुजराती मुक्तपंचिका देव नागरी लिपि में

*

आयखानी आ

दाबडी नानी,

ठूंसशुं केमे मांहीं-

अभरखानी

पोटली मोटी?

* * * * *

મુક્તપંચિકા · વિવિધા-પ્રકીર્ણ

મુક્તપંચિકા – 170423

મુક્તપંચિકા – 170423

*

ફેનિલ મોજાં

જેવાં ઘૂઘવે

શબ્દિલ ધડકન

કેરા પડઘા

મૌનિલ હૈયે!

* * *

मुक्तपंचिका – 170423

गुजराती मुक्तपंचिका देव नागरी लिपि में

*

फेनिल मोजां

जेवां घूघवे

शब्दिल धडकन

केरा पडघा

मौनिल हैये!

* * * * *

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 170421

મુક્તપંચિકા – 170421

*

ધોમધખેલી

રેતી ઉપર

સરકે! ખુશ થઈ,

મલકે કેવાં

મૃગજળિયાં!

* * *

मुक्तपंचिका – 170421

गुजराती मुक्तपंचिका देव नागरी लिपि में

*

धोमधखेली

रेती उपर

सरके! खुश थई,

मलके केवां

मृगजळियां!

* * * * *

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 170417

મુક્તપંચિકા – 170417

*

પાન કર્યું તો

તરસ્યું જાગી!

ખાતાં ભડકી ભૂખ!

મનવા! ખોજ

સુતૃપ્તિસુખ!

* * *

मुक्तपंचिका – 170417

गुजराती मुक्तपंचिका देव नागरी लिपि में

*

पान कर्युं तो

तरस्युं जागी!

खातां भडकी भूख!

मनवा! खोज

सुतृप्तिसुख!

* * * * *

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 170411

મુક્તપંચિકા – 170411

*

અખિલ પટે

ન વાદળ,

વીજ, ન ગર્જન, શેં

ઝરમરતી

અંતરે ધારા?

* * *

मुक्तपंचिका – 170411

गुजराती मुक्तपंचिका देव नागरी लिपि में

*

अखिल पटे

न वादळ, न

वीज, न गर्जन, शें

झरमरती

अंतरे धारा?

* * * * *