મુક્તપંચિકા

મુક્તપંચિકા – 171031

મુક્તપંચિકા – 171031

*

સૂર્યકિરણ

શ્વેતાંગી છાંટે,

મેઘધનુષી રંગો

કેવાં! વર્ષાનાં

નાનેરાં ફોરે!

* * *

मुक्तपंचिका – 171031

गुजराती मुक्तपंचिका देव नागरी लिपि में

*

सूर्यकिरण

श्वेतांगी छांटे,

मेघधनुषी रंगो

केवां! वर्षानां

नानेरां फोरे!

* * * * * * *

** ** ** ** ** ** **

 

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 170830

મુક્તપંચિકા – 170830

*

શ્યામ, મેઘલ,

જલસભર

નભથી અવિરત

ધાર વરસે

જો નિરંતર!

* * *

मुक्तपंचिका – 170830

गुजराती मुक्तपंचिका देव नागरी लिपि में

*

श्याम, मेघल,

जलसभर

नभथी अविरत

धार वरसे

जो निरंतर!

* * * * * * *

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 170707

મુક્તપંચિકા – 170707

*

જીવન હો કે

જ્ઞાન, મનવા!

સકલ તારું શૂન્ય

ને એક વચ્ચે

આથડી રહ્યું!

 

* * *

मुक्तपंचिका – 170707

गुजराती मुक्तपंचिका देव नागरी लिपि में

*

जीवन हो के

ज्ञान, मनवा!

सकल तारुं शून्य

ने एक वच्चे

आथडी रहयुं !

* * * * * * *

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 170701

મુક્તપંચિકા – 170701

*

વાદળ કાળાં,

વીજ ઝબૂકી,

નભે ગર્જના ગાજી!

મેઘરાજની

આવી સવારી!

 * * *

मुक्तपंचिका – 170701

गुजराती मुक्तपंचिका देव नागरी लिपि में

*

वादळ काळां,

वीज झबूकी,

नभे गर्जना गाजी!

मेघराजनी

आवी सवारी!

* * * * *

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 170630

મુક્તપંચિકા – 170630

*

સોણલાં સંગે

ઊડીને આભ

ચીરવું આજ! ભલે

ઝંઝાવાત હો!

ઝૂકવું નથી!

* * *

मुक्तपंचिका – 170630

गुजराती मुक्तपंचिका देव नागरी लिपि में

*

सोणलां संगे

ऊडीने आभ

चीरवुं आज! भले

झंझावात हो!

झूकवुं नथी!

* * * * *

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 170425

મુક્તપંચિકા – 170425

*

તારી યાદની

શી વાત! લઈ

નોખી શી પાંખ! મારી

ભીની આંખોમાં

આવી નહાય!

* * *

मुक्तपंचिका – 170425

गुजराती मुक्तपंचिका देव नागरी लिपि में

*

तारी यादनी

शी वात! लई

नोखी शी पांख! मारी

भीनी आंखोमां

आवी नहाय!

* * * * *

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 170424

મુક્તપંચિકા – 170424

*

આયખાની આ

દાબડી નાની,

ઠૂંસશું કેમે માંહીં-

અભરખાની

પોટલી મોટી?

* * *

मुक्तपंचिका – 170424

गुजराती मुक्तपंचिका देव नागरी लिपि में

*

आयखानी आ

दाबडी नानी,

ठूंसशुं केमे मांहीं-

अभरखानी

पोटली मोटी?

* * * * *