અભિવ્યક્તિ 1701-1
અભિવ્યક્તિ 1701-1
*
ભગત ભ્રમિત!
ભગત ભયભીત!
‘ભ’ની ખોજમાં ભટકે ભગત!
શું ‘ભ’ નથી ભગતમાં અંતર્ગત?
ભગત ‘ભ’ને ન ભાળે!
‘ભ’ ક્યાં છે? ‘ભ’ ક્યાં છે?
દિનરાત પુકારે!
કોણ ભગતને સમજાવે!
*** * *** * ***
ક્યારેક મારી અભિવ્યક્તિને શબ્દો અજબના સ્ફુરે છે!
પોતાને શાની ખોજ છે, તે માનવી સ્વયં જાણતો નથી. જાણે છે તો ખોજની સમજ નથી.
જે પોતાની પાસે જ છે તેને શોધતા રહેવું, તે માનવજીવનની કરુણતા નથી?
*** * *** * ***
આવું જ કાંઇક રસપ્રદ માણવા આ લઘુલિકા અવશ્ય વાંચો: લઘુલિકા : શાની શોધ?