અભિવ્યક્તિ

અભિવ્યક્તિ 1701-1

અભિવ્યક્તિ 1701-1

*

ભગત ભ્રમિત!

ભગત ભયભીત!

‘ભ’ની ખોજમાં ભટકે ભગત!

શું ‘ભ’ નથી ભગતમાં અંતર્ગત?

ભગત ‘ભ’ને ન ભાળે!

‘ભ’ ક્યાં છે? ‘ભ’ ક્યાં છે?

દિનરાત પુકારે!

કોણ ભગતને સમજાવે!

*** * *** * ***

ક્યારેક મારી અભિવ્યક્તિને શબ્દો અજબના સ્ફુરે છે!

પોતાને શાની ખોજ છે, તે માનવી સ્વયં જાણતો નથી. જાણે છે તો ખોજની સમજ નથી.

જે પોતાની પાસે જ છે તેને શોધતા રહેવું, તે માનવજીવનની કરુણતા નથી?

*** * *** * ***

આવું જ કાંઇક રસપ્રદ માણવા આ લઘુલિકા અવશ્ય વાંચો: લઘુલિકા :  શાની  શોધ? 

 

અભિવ્યક્તિ

અભિવ્યક્તિ 1611-1

ભારતમાં મોટી ચલણી નોટો બદલાવા સાથે પોસ્ટ ઑફિસો નજરે પડી! નહીં તો અલી ડોસાનાં હૃદયનાં સ્પંદનોના પડઘા જ્યાં સાંભળી શકાય તેવી પોસ્ટ ઑફિસ કોઈને દેખાય પણ ખરી?

* * *

અભિવ્યક્તિ

અભિવ્યક્તિ – 161102

અભિવ્યક્તિ – 161102

*

શબ્દનો અર્થ પામવાની આપણી પ્રબળ ઝંખનામાં અશબ્દની સાર્થકતા ઉપેક્ષિત થાય છે.

***

अभिव्यक्ति – 161102

*

शब्दनो अर्थ पामवानी आपणी प्रबळ झंखनामां अशब्दनी सार्थकता उपेक्षित थाय छे.

*** ** *

અભિવ્યક્તિ

અભિવ્યક્તિ – 161024

અહીં  આપ  મારી    સહજ અભિવ્યક્તિને    માણી   શકશો.

*

અભિવ્યક્તિ

શિયાળાની સવાર, ઉનાળાની સાંજ અને ચોમાસાની રિમઝિમ રાત્રિ જે હૃદયથી માણી શકે છે, તેનું મન કદી વૃદ્ધ થતું નથી.

* * *

अभिव्यक्ति

शियाळानी सवार, उनाळानी सांज अने चोमासानी रिमझिम रात्रि जे हृदयथी माणी शके छे, तेनुं मन कदी वृद्ध थतुं नथी.

* * * * *

અભિવ્યક્તિ

અભિવ્યક્તિ

અભિવ્યક્તિ

વીતેલી પળોમાં રુક્ષતા પણ હોય, કુમાશ પણ હોય. પસંદગી તમારી: શું યાદ કરવું? શું ન કરવું?

* * *

अभिव्यक्ति

वीतेली पळोमां रुक्षता पण होय, कुमाश पण होय. पसंदगी तमारी: शुं याद करवुं? शुं न करवुं?

* * * * *

અભિવ્યક્તિ

અભિવ્યક્તિ

*

વિરાટ જગતનાં દ્રશ્ય સ્વરૂપમાં નાનકડાં બિંદુઓનું પણ કેટલું મહત્ત્વ છે!

કહેવાય એક નાનું અમથું બિંદુ! વિચારો!  બિંદુ ન હોત તો લીટી ન હોત. લીટી ન હોત તો આકાર ન હોત, રૂપ ન હોત!

સંસારનું બાહ્ય સૌંદર્ય શી રીતે પ્રગટ થાત?

***

विराट जगतनां द्रश्य स्वरूपमां नानकडां बिंदुओनुं पण केटलुं महत्त्व छे!

कहेवाय एक नानुं अमथुं बिंदु! विचारो! बिंदु न होत तो लीटी न होत! लीटी न होत तो आकार न होत, रूप न होत!

संसारनुं बाह्य सौंदर्य शी रीते प्रगट थात?

***