મુક્તપંચિકા

મુક્તપંચિકા – 201222

ક્યારેક આપે અંતરમાંથી ઊઠતા કોઈક મધુર સંગીતને માણ્યું હશે!

ક્યારેક ન જાણે ક્યાંથી આવી, કાને અથડાતી દિવ્ય સૂરાવલિ સાંભળી હશે!

અધ્યાત્મમાર્ગી સાધકને આવા અનુભવો થતા રહે છે!

નથી ક્યાંય વાજિંત્ર, નથી કોઈ વગાડનાર!

સૃષ્ટિમાં આ દિવ્ય, મધુર બાંસુરીના સૂર કોણ છેડતું હશે?

કોણ આપણા અંતરને અકથ્ય આનંદથી ભરી દે છે?

પ્રસ્તુત છે સ્વરચિત મુક્તપંચિકા.  … *હરીશ દવે*

..  ..  ..

मुक्तपंचिका – 201222

गुजराती मुक्तपंचिका देवनागरी लिपिमें

*

रणझणे छे

तार भीतर

साज-साजिंदा नथी-

अंतर महीं

झंकार शाने?

* * * * *

** ** ** ** ** ** **

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 201116

મુક્તપંચિકા – 201116

મુક્તપંચિકા ગુજરાતી લિપિમાં

** ** **

मुक्तपंचिका – 201116

गुजराती मुक्तपंचिका देवनागरी लिपिमें

*

नवल आशा

नवीन स्वप्नां

संग छलके आभे-

नव प्रभाते

नूतन वर्ष !

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 200912

મુક્તપંચિકા – 200912

*

ચાલને, બેલી!

પવન પાંખે

આજે ઊંચે ચડીએ-

વાદળ સંગે

આભે ઊડીએ!

* * *

मुक्तपंचिका – 200912

गुजराती मुक्तपंचिका देवनागरी लिपिमें

*

चालने, बेली!

पवन पांखे

आजे ऊंचे चडीए-

वादळ संगे

आभे ऊडीए!

कला निराळी!

***

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 200911

મુક્તપંચિકા – 200911

*

હૈયે કૂંપળો

ખીલતી લીલી,

નીરખી કુદરત

કેરી નમણી

કલા નિરાળી!

* * *

मुक्तपंचिका – 200911

गुजराती मुक्तपंचिका देवनागरी लिपिमें

*

हैये कूंपळो

खीलती लीली,

नीरखी कुदरत

केरी नमणी

कला निराळी!

***

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 200901

મુક્તપંચિકા – 200901

*

સપ્તરંગમાં

આભ-ધરાને

આગોશે લઈ, મુજ

મન હરતું

મેઘધનુષ્ય!

* * *

मुक्तपंचिका – 200901

गुजराती मुक्तपंचिका देवनागरी लिपि में

*

सप्तरंगमां

आभ-धराने

आगोशे लई, मुज

मन हरतुं

मेघधनुष्य!

***

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 200825

મુક્તપંચિકા – 200825

*

જીવન કેરાં

મીઠાં શમણાં

લઈને આવે દ્વારે!

કોડભર્યાં એ

કંકુ પગલાં!

* * *

मुक्तपंचिका – 200825

गुजराती मुक्तपंचिका देवनागरी लिपि में

*

जीवन केरां

मीठां शमणां

लईने आवे द्वारे!

कोडभर्यां ए

कंकु पगलां!

***

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 200812

મુક્તપંચિકા – 200812

જન્માષ્ટમી વિશેષ મુક્તપંચિકા

*

રાધા બનું કે

બનું બંસરી?

કે યમુનાની ધાર?

કાના! સદાયે

રહેજો સાથ!

* * *

मुक्तपंचिका – 200812

गुजराती मुक्तपंचिका देवनागरी लिपि में

जन्माष्टमी विशेष मुक्तपंचिका

*

राधा बनुं के

बनुं बंसरी?

के यमुनानी धार?

काना! सदाये

रहेजो साथ!

* * *

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 200810

મુક્તપંચિકા – 200810

*

માટીનાં ઢેફાં

ખેતર શેઢે

ઘેલાં નાચે! શું નાચે!

વાદળ કાળાં

આભલે ગાજે!

* * *

मुक्तपंचिका – 200810

गुजराती मुक्तपंचिका देवनागरी लिपि में

*

माटीनां ढेफां

खेतर शेढे

घेलां नाचे! शुं नाचे!

वादळ काळां

आभले गाजे!

* * *

** ** ** ** ** ** **

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 200707

મુક્તપંચિકા – 200707

*

ન બનું ‘ગુરુ’

કદી! હળવો

રહું! પવન પાંખે

ભરું ઉડાન

બનીને પીંછું!

* * *

मुक्तपंचिका – 200707

गुजराती मुक्तपंचिका देवनागरी लिपि में

*

न बनुं ‘गुरु’

कदी! हळवो

रहुं! पवन पांखे

भरुं उडान

बनीने पींछुं!

* * * * * 

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 200606

મુક્તપંચિકા – 200606

*

શીતલ વાયુ,

મંદ સુગંધ,

તૃણે તૃણે આનંદ!

તિમિર ક્ષય!

સૂર્ય ઉદય!

* * *

मुक्तपंचिका – 200606

गुजराती मुक्तपंचिका देवनागरी लिपि में

*

शीतल वायु,

मंद सुगंध,

तृणे तृणे आनंद!

तिमिर क्षय!

सूर्य उदय!

* * *

** ** ** ** ** ** **

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 200504 

મુક્તપંચિકા – 200504 

*

રણભેંકારી

એકલતામાં

મૃગજળના હોઠે,

જાગે તરસ

પદચાપની!

* * * * *

मुक्तपंचिका – 200504

गुजराती मुक्तपंचिका देवनागरी लिपि में

*

रणभेंकारी

एकलतामां

मृगजळना होठे,

जागे तरस

पदचापनी!  

* * * * *

** ** ** ** ** ** **

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 200422 

મુક્તપંચિકા – 200422 

*

એક સ્વપ્નાને

આવ્યું દુ:સ્વપ્ન,

કે કોણ જાણે ક્યારે

બંધ આંખ જ

ખોવાઈ ગઈ!

* * *

मुक्तपंचिका – 200422

गुजराती मुक्तपंचिका देवनागरी लिपि में

*

एक स्वप्नाने

आव्युं दु:स्वप्न

के कोण जाणे क्यारे

बंध आंख ज

खोवाई गई!  

* * *

** ** ** ** ** ** **

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 200420.2

મુક્તપંચિકા – 200420.2

*

‘એ ભાઈ, ભાળી

શકે છે મુજ

તેજને?’ એમ એક

આગિયો પૂછે

સૂર્યદેવને.

* * *

मुक्तपंचिका – 200420.2

गुजराती मुक्तपंचिका देवनागरी लिपि में

*

‘ए भाई, भाळी

शके छे मुज

तेजने?’ एम एक

आगियो पूछे

सूर्यदेवने.

* * *

* * * * * *

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 200310 (2)

ધૂળેટી-પર્વની રંગભીની શુભેચ્છાઓ!

આજે વિશેષ મુક્તપંચિકા (2)

મુક્તપંચિકા – 200310 (2)

*

ધૂળેટી પર્વે

શાને તું ખોજે

છે રંગોને સૃષ્ટિમાં?

તે તો છુપાયા

તારી દ્રષ્ટિમાં!

* * *

धूळेटी-पर्वनी रंगभीनी शुभेच्छाओ.

आजे विशेष मुक्तिपंचिका (2)

मुक्तपंचिका – 200310 (2)

गुजराती मुक्तपंचिका देवनागरी लिपि में

*

धूळेटी पर्वे

शाने तुं खोजे

छे रंगोने सृष्टिमां?

ते तो छुपाया

तारी द्रष्टिमां!  

* * * * * *

** ** ** ** ** ** **

મુક્તપંચિકા

મુક્તપંચિકા – 200310

ધુળેટીની રંગસભર શુભેચ્છાઓ!

આજે વિશેષ મુક્તપંચિકા!

મુક્તપંચિકા – 200310

*

ફાગણ ફોરી

મસ્તી વરસે!

પ્રીતમ સંગે પામે

કંપન મુગ્ધા!

સ્પર્શપ્રગલ્ભા!  

* * *

धूळेटीनी रंगसभर शुभेच्छाओ.

आजे विशेष मुक्तिपंचिका.

मुक्तपंचिका – 200310

गुजराती मुक्तपंचिका देवनागरी लिपि में

*

फागण फोरी

मस्ती वरसे!

प्रीतम संगे पामे

कंपन मुग्धा!

स्पर्शप्रगल्भा!

* * * * * *

** ** ** ** ** ** **