લઘુલિકા

સાયન્સ ક્લાસ

લઘુલિકા:  ‘સાયન્સ ક્લાસ’

આજે બપોરે મોસમનો પહેલો વરસાદ આવેલો; હવે જરા ધીમો થયો હતો. સ્કૂલ-વૅનની ખીચોખીચ ભીડમાંથી તેને મેઘધનુષનો એક ટુકડો માંડ જોવા મળેલો. હમણાં જ તે સ્કૂલેથી ઘેર આવ્યો હતો. કાલે તો રવિવારની રજા! તે ખૂબ ખુશ હતો.

ભીની માટીની સુગંધ તેને બહાર ખેંચી ગઈ. ઉપર જોયું. રેઇનબો ક્યાંય ન દેખાયું. શું કરવું? ચાલો, આંગણામાં પોચી માટીમાં પગ મૂકવાની કેવી મઝા! તેણે હથેળીમાં થોડી મુલાયમ માટી લઈ ગૂંદી લીધી. અચાનક તેની નજર ક્યારામાંના ગલગોટાના છોડ પર પડી. લીલાં લીલાં પાન વચ્ચે પીળું ફૂલ! સુંદર ફૂલ પર પાણીનું એક ટીપું હતું! ફૂલનો પીળો રંગ તેણે ટીપામાંથી જોયો તો જુદો જ લાગ્યો! કેમ? તે ફૂલની પાંદડીઓમાં તલ્લીન થઈ ગયો. કેવી સુંદર રીતે ગોઠવાયેલી હતી! બાજુમાંથી ઊડેલા પતંગિયાએ તેનું ધ્યાન તોડ્યું. તે પતંગિયાની પાછળ આમ તેમ દોડવા લાગ્યો. મારે પણ આવી પાંખો હોય તો કેવું સારું! વિચાર આવતાંની સાથે તે ઊંચે આકાશમાં પહોંચી ગયો. અરે! આ તો વાદળાં! તમે ક્યાંથી આવ્યાં? તે પૂછી જ બેઠો. કાલે તો તમે સફેદ હતાં, આજે કાળાં કેમ? પણ ખરી મઝા તેને મેઘધનુષના સાત રંગ ગણવામાં આવી.જાનીવાલીપીનારા… આટલું મોટું મેઘધનુષ પડી ના જાય? પ્રશ્ન તેના મનમાં ઊઠ્યો ત્યાં તો એક ટાપલી પડી. મમ્મીએ હાથ પકડ્યો,“ક્યાં રખડે છે? સાયન્સ ક્લાસમાં જવાનો ટાઇમ થઈ ગયો છે.”

** *** * * ***** * ** * ***

गुजराती लघुलिका ‘साइंस क्लब’ देव नागरी लिपि में

** *** * * ***** * ** * ***

लघुलिका: ‘साइंस क्लास’

आजे बपोरे मोसमनो पहेलो वरसाद आवेलो; हवे जरा धीमो थयो हतो. स्कूल-वॅननी खीचोखीच भीडमांथी तेने मेघधनुषनो एक टुकडो मांड जोवा मळेलो. हमणां ज ते स्कूलेथी घेर आव्यो हतो. काले तो रविवारनी रजा! ते खूब खुश हतो.

भीनी माटीनी सुगंध तेने बहार खेंची गई. उपर जोयुं. रेइन-बो क्यांय न देखायुं. शुं करवुं? चालो, आंगणामां पोची माटीमां पग मूकवानी केवी मझा! तेणे हथेळीमां थोडी मुलायम माटी लई गुंदी लीधी. अचानक तेनी नज़र क्यारामांना गलगोटाना छोड पर पडी. लीलां लीलां पान वच्चे पीळुं फूल! सुंदर फूल पर पाणीनुं एक टीपुं हतुं. फूलनो पीळो रंग तेणे टीपामांथी जोयो तो जुदो ज लाग्यो! केम? ते फूलनी पांदडीओमां तल्लीन थई गयो. केवी सुंदर रीते गोठवायेली हती! बाजुमांथी उडेला पतंगियाए तेनुं ध्यान तोड्युं. ते पतंगियानी पाछळ आम-तेम दोडवा लाग्यो. मारे पण आवी पांखो होय तो केवुं सारुं! विचार आवतांनी साथे ते ऊंचे आकाशमां पहोंची गयो. अरे! आ तो वादळां! तमे क्यांथी आव्यां? काले तो तमे सफेद हतां, आजे काळां केम? पण खरी मझा तेने मेघधनुषना सात रंग गणवामां आवी. जानीवालीपीनारा. . . आटलुं मोटुं मेघधनुष पडी न जाय? प्रश्न तेना मनमां ऊठ्यो त्यां तो एक टापली पडी. मम्मीए हाथ पकड्यो, “क्यां रखडे छे? साइंस क्लासमां जवानो टाइम थई गयो छे.”

** *** * * ***** * ** * ***

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s